આ હૈયાના પ્રાસ ગયા ક્યાં?
અંતર-લયથી ગુંથાયા'તા
એવા બે જણ ખાસ- ગયા ક્યાં?
આગળ પાછળ વેરાની છે
લીલા ખેતર ચાસ ગયા ક્યાં?
બે મન વચ્ચે જોજન ઉમટ્યા
અણમૂલા સહવાસ -ગયા ક્યાં?
રાધા-કહાન બધું એક છળ છે
કહો જીવનના રાસ ગયા ક્યાં?
હતા મધુરાં અને મનોરમ
વ્હાલા એ આભાસ ગયા ક્યાં?