એક દીવો ઝળહળે છે આપણામાં
તેજ થઈને એ ભળે છે આપણામાં
નામ જેનું કોઈ આપી ના શક્યું
કૈંક એવું સળવળે છે આપણામાં
કહી શકો ઈછા કે કહી દો ઝંખના
સ્વપ્ન થઇ સઘળું ફળે છે આપણામાં
જે બધું છોડી દઈ આગળ વધ્યા
એ ફરી આવી મળે છે આપણામાં
હોય જો શ્રદ્ધા તો દીવો માનીએ
શું બીજું ક્હો પ્ર્જવળે છે આપણામાં?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો