*****
કંઈ કેટલું ય માંગ્યું ઈશ્વર કને
ને એણે આપ્યું ય.
ને બીજું પણ કેટલું ય..માંગ્યા વગર.
આજે ય કૈંક જોઈએ છે
પણ માંગવું નથી ...
જોવું છે એ માંગ્યા વગર આપે છે કે નહીં!
મારા સ્વને, સત્વને અને ગૌરવને જાળવીને
હું હાથ લંબાવું એ પહેલા જ એ આપે
એમાં મારી જ નહીં
હવે તો એની પણ શોભા!
માગણ નથી થવું મારે -
મારે તો પામવું છે.
એને સમજાતું તો હશે ને કે
ઈશ્વર એ છે-હું નહીં!
અણસમજુ
જવાબ આપોકાઢી નાખોકોણ? માંગનાર કે
મંગાવનાર?
અલબત્ત મંગાવનાર!
જવાબ આપોકાઢી નાખોપણ એ વાત પણ હાઇકુથી પૂછી તે ગમ્યું!