12/9/12


    એણે કૂંપળ ફૂટયાની વાત કહી 'તી
 એમ કાંઈ અમથી હું લીલીછમ્મ થઇ 'તી?

 એવો વરસાદ કાંઈ ઝીંકાયો આંગણે કે
 જીવતરિયું  આખું તરબોળ
 આભલાએ મુજને સંકોરી શું સોડમાં
 મેં અલબેલા કીધા અંઘોળ

 પછી વાયરે વાત્યું ય કૈંક વહી'તી ....
 એમ કાંઈ અમથી હું લીલીછમ્મ થઇ'તી?

 વાદળ વરસે કે મારી વરસે છે ઝંખાઓ
  ધોધમાર  વરસે  છે અવસર
 પાલવડે ઝીલું  છું લીલ્લેરો  લ્હાવ
 જાણે અનહદના  ઉભરાતાં  સરવર

 જરી  શમણાંની  હેઠ  ઉભી  રહી'તી
લે એમ કાંઈ અમથી હું લીલીછમ્મ થઇ'તી?

     

1 ટિપ્પણી:

  1. નીનીઃ સરસ. ગીત ગમ્યું. પંક્તિઓમાં સતત ડોકાતો હકારાત્મક ભાવ ગમ્યો. ખૂબ ગમ્યો. ... કાગળ પર તારા જેવા અને તારી જેમ શબ્દો ઉતારીને આગવું વાતાવરણ સરજાવતા તેં મને હજી સુધી શીખવ્યું નથી એ મારું અણસેવ્યું સ્વપનું છે. હજી સુધી શીખી શક્યો નથી એ મારો રંજ છે. ... મામા

    જવાબ આપોકાઢી નાખો