9/5/10

અકારણ?

આ વરસે આંખ અકારણ
હો ચૈતર વૈશાખ હૃદયમાં
ને પાંપણ પર શ્રાવણ...

વાવી દીધો સ્હેજ વાતમાં
અમથો એક ઝુરાપો
ભાંગ્યુંતૂટ્યું એક હલેસું
માન્યો એ ય તરાપો

મનગમતા પગરવની ભ્રમણા
લઇ શણગાર્યું આંગણ....


વનપંખીના ટહુકા જેવું
ગીત કંઠમાં રોપ્યું
ના ઓગળવાનું મનનું
ફરમાન અજાણે લોપ્યું

ડમરી થઇ જ્યાં ધૂળ ઉડે ત્યાં
ઊજવું ક્યાંથી ફાગણ?

1 ટિપ્પણી:

  1. નંદિતાઃ અકારણ કંઈ જ થતું નથી હોતું. એટલે જ "પાંપણ પર શ્રાવણ" જરા ખટકે. મને તો એવું જ જચે કે ઃ
    ડમરી થઇ જ્યાં ધૂળ ઉડે
    ત્યાં યે ઊજવું ફાગણ ...
    અર્થની ધમાલમાં પડવાનું મારી જાતને રોકું તો એક ગીત તરીકે "અકારણ" મને ગમ્યું. ... મામા

    જવાબ આપોકાઢી નાખો