2/7/10
'આહ!'
પગલું રોકીને હું તો ઉભી છું કોઈ મને દેશે હોંકારો પળવારમાં....
કેમ કેરી જીવું હું આવા ભણકારમાં?
કોઈ ડાળખીમાં પાન હજુ ફૂટતા હશે?
કોઈ પંચમના સૂર હજુ ઘૂંટતા હશે?
હજુ મારા તે આવ્યાની જોવામાં વાટ
એની આંગળીના વેઢાઓ ખૂટતા હશે?
એવું કંઈ નહિ કંઈ નહિ ને તોય કેમ હજી કાળજ આ
કોરાતું જાય છે થડ્કારમાં?...
કેમ કાનમાં ગુંજે છે હજુ વહાલો અવાજ?
કેમ સાત સાત સૂર છતાં સૂના આ સાજ?
કોઈ હમણાં બોલાવશેએ ઝંખનામાં અરે
મુઆ આંસુ તો વરસે છે છોડી સહુ લાજ
કોઈ ક્યારનું ય તરછોડી ચાલ્યું ગયું છે
મને નોધારી મેલી મઝધારમાં..............
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
khub saras geet chhe. asar kaarak
જવાબ આપોકાઢી નાખો