29/6/10

'હૈયાવટો'

        
                લાગણી નામે અજબ ઘટના હતી
                 જાત આખી ઓગાળી દીધા પછી.

                 ઝૂરવું પર્યાય છે જીવન તણો?
                 એમણે આમ જ ત્યજી દીધા પછી!
     
                 છે  જાકારો શબ્દનો મોહતાજ ક્યાં?
                નામ ભીતરથી ભૂંસી દીધા પછી!

                  ના ચહું એને,કદી એ ના બને
                  જીવ એનામાં ઘૂંટી દીધા પછી.
                 
                   થઇ ગયું એકાંત એકલતા હવે
                  કોઈએ હૈયાવટો  દીધા પછી.

2 ટિપ્પણીઓ:

  1. 'ekant'ane 'ekalata' vacche shu farak chhe e to haiyavato bhogavya pachhi j samjay.'haiyavato'shabd khub gamyo.

    જવાબ આપોકાઢી નાખો
  2. નંદિતા,
    તમને તો મેં હમેશા મધુર સ્માઈલ કરતા જ જોયા છે.આ આટલી ઊંડી વેદના ક્યાંથી નીપજાવી?
    હૈયાને સ્પર્શી ગઈ આ રચના.

    જવાબ આપોકાઢી નાખો