12/6/10

વિનંતી

  આવી શકે નહીં તો શબ્દો તો મોકલાવ!
  દ્રષ્ટિ ભલે મળે ના, દ્રશ્યો તો મોકલાવ!

 મારો વિરહ તને પણ સાલે જો એટલો તો
 એ વેદનાનાં કોઈ તથ્યો તો મોકલાવ!

 તારા વગર રહીને મુજમાં તને જ ભાળું
 પામી શકું તને એ સત્યો તો મોકલાવ!

 હું નીતર્યા સમયનું ખાલી ઉદાસ જળ છું
 એકલપણું ખૂટે- તું મત્સ્યો તો મોકલાવ!

 રસ્તો નથી જ જડતો કારણ નથી કશાં યે
 પગલું તો હું ભરી લઉં-લક્ષ્યો તો મોકલાવ!

1 ટિપ્પણી:

  1. નંદિતાઃ કાફિયાની પસંદગી ગમી. ... ઉદાસ જળનું એકલાપણું દુર કરવામાં મત્સ્યો જે ભાગ ભજવી શકે છે એની કદર પણ ગમી. ... ચંદ્રેશમામા

    જવાબ આપોકાઢી નાખો