એક સપનું ખોવાયું છે
ઘેરા ગુલાબી રંગનું ને સોનેરી કિનારવાળું.
એની અંદર મેઘધનુષ ઠાંસી ઠાંસીને ભર્યાં છે
અડકો તો વાદળ જેવું મૃદુ અને મુલાયમ લાગે
ને પાસે જાવ તો કશી અણજાણી આરતનું અત્તર મહેકે.
કદ-અત્યંત ઊંચું.
ઊંડાણ-અગાધ.
વિસ્તાર-સમગ્ર વિશ્વને આવરી લે તેટલો.
એના જન્મદાતા ઝૂરી રહ્યાં છે
ક્યાંય કોઈને ય એની ભાળ મળે તો તાત્કાલિક સંપર્ક કરશો.
ઈ-મેઈલ-
હૃદય@જીવતર.કોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
હ્રુદય@જીવતર.કોમ ...
જવાબ આપોકાઢી નાખોઆવી પડ્યું છે મારું બારણું ઠોકતું
એક સપનું.
એ ઝુરતું નથી, શ્રમિત નથી
તોયે થોડુંક વ્યથિત છે.
બાંહેધરીની ભૂખી
મારી આંખોમાં પરોવાયેલી એની ગાભરુ નજરમાં
મૂક એક યાચના ડોકાય છેઃ
તમે તો મારી આંગળી નહીં છોડોને?