6/6/10

પ્રશ્ન

વાત વાતમાં તૂટે આ તે માણસ છે કે સપનું?
આંખ ખુલે ને ખૂટે આ તે માણસ છે કે સપનું?


અંધારામાં જીવે મબલખ, અજવાળામાં જંપે
પળ પરપોટે ફૂટે આ તે માણસ છે કે સપનું?


અંદર અંદર લાગણીઓ ને ઇચ્છાઓને મારે
પછી સ્મરણને ઘૂંટે આ તે માણસ છે કે સપનું?


બંધ આંખથી એક એક ઘટનાને સૌમાં વહેંચે
(ને)ખુલ્લી આંખે લુંટે આ તે માણસ છે કે સપનું?


 
સાવ અરીસા જેવું આ તો સામે હો તે ભાળે
પૂંઠ ફરે જગ છૂટે આ તે માણસ છે કે સપનું?

2 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત6/14/2010

    વાત વાતમાં તૂટે આ તે માણસ છે કે સપનું?
    આંખ ખુલે ને ખૂટે આ તે માણસ છે કે સપનું?
    સરસ નંદિતાબહેન.હું કલ્પનાબહેન બક્ષીના માધ્યમથી તમારા બ્લોગ પર આવ્યો અને રચનાઓ વાંચી.અભિનંદન.લખતા રહેજો.

    જવાબ આપોકાઢી નાખો
  2. Good Poem, Didi I got it from Vijaybhai's Blog....

    જવાબ આપોકાઢી નાખો