29/8/12



  
   હું લાવીશ પાંચીકા મારા
તું લઇ આવે લખોટીઓ ને
 ભમ્મરડાની દોર ખેંચતા
  ફરી રમીશું  બચપણ બચપણ!

તારી પાસે તારા સપનાં
   મારી  પાસે મારાં
એમ જુઓ તો સાવ જુદાં ને
   આમ વળી સહિયારાં..
અડકો દડકો આટા પાટા 
સંતાકૂકડી સતોડીયું ને
  ઘરઘત્તાની  ગલીકુંચીમાં ફરી ગુંથીશું સગપણ સગપણ!

કિટ્ટા બુચ્ચા, દાવની અંચઈ
   ઝઘડા અને રીસાવું 
હેતને ઢાળે ઢળતાં ઢળતાં 
    વળી એક થઇ ગાવું 
છોડી દઈ આ દમામ ખોટાં ધૂળ ભરેલી શેરી વચ્ચે 
 અલી ચાલને ખુલ્લે પગલે ફરી ઘૂમીશું  રણઝણ રણઝણ!


2 ટિપ્પણીઓ:

  1. Nini: your three new creations on the blog, in a short spell of time, confirm that in US, it can "rain" in abundance any time!!!! Hope you will forgive me if I say that I saw my "bachpaN" peeping thru here and there in your bachpaN!! ... Mama

    જવાબ આપોકાઢી નાખો
  2. Yup mama- હોઈ જ શકે.. આખરે તો બચપણની વાત! એક મિત્ર સાથે ફેસબુક પર વાતો કરતાં અચાનક આ રચના બની ગઈ..

    જવાબ આપોકાઢી નાખો