25/1/13એક  પંખી ડાળથી  ઊડી ગયું તો શું  થયું?
કોક  માયાજાળથી  છૂટી ગયું તો શું  થયું?

એ ય શું સમજી ગયું બંધન તણી છલના બધી?
કે બધું  અંજળ સહજ ખૂટી ગયું તો શું  થયું?

ઝાડ સાથે, ડાળ સાથે જીવની એ નાળથી
આટલું  તાણ્યા પછી તૂટી ગયું તો શું થયું?

પોતાપણાનું  છળ વધુ જીરવી શક્યું ના એટલે
એક  પરપોટા સમું  ફૂટી ગયું તો શું  થયું?

કોઈને ક્યાંથી ખબર જીરવી જવું શું ચીજ છે
આ  સનાતન સત્ય એ ઘૂંટી ગયું તો શું થયું?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો